આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળ્યું છે. ત્યારે પ્રથમ દિવસે જ ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક કરશે રજૂ કરાશે. પેપર લીક રોકવા સરકાર દ્વારા આ બિલ લાવવામાં આવશે.
News Detail
બજેટ સત્રની કામગિરી 25 દિવસની રહેશે. આ દિવસોમાં 27 બેઠકો મળશે. જેમાં મહત્વના વિધેયકો પસાર થશે. આ ઉપરાંત પ્રશ્નોતરીકાળ પણ રહેશે. પ્રથમ વખત કોંગ્રેસના 17 ધારાસભ્યો અને આપના 5 ધારાસભ્યો વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. જો કે, રાજ્ય સરકારે પણ વિવિધ વિધેયકોની તૈયારી કરી લીધી છે. જેમાં સૌથી મહત્વનું બિલ પેપર લીક મામલે કોંગ્રેસ પ્રહાર કરે એ પહેલા જ લાવવાનું સરકારે નિર્ધાર કરી લીધું છે.
આજના દિવસની ગૃહની રહેશે મહત્વની કામગિરી
આજે પ્રથમ દિવસે ગૃહની કાર્યવાહી રાજ્યપાલની સ્પીચથી શરુ થશે. ત્યારબાદ ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી અને અન્ય દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપીને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. આજે પેપર લીક વિધેયક તેમજ પ્રશ્નોતરી કાળ પણ રહેશે
આવતી કાલે બજેટ નાણાં મંત્રી કરશે રજૂ
નાણામંત્રી કનુ દેસાઈ આવતીકાલે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રો માટે મહત્તમ બજેટ ફાળવવામાં આવશે.
આ મહત્વના બે બિલો પર ફોકસ
આ સાથે ઈમ્પેક્ટ ફીમાં અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવાનું બિલ 27 ફેબ્રુઆરીએ વિવિધ સુધારા સાથે રજૂ કરવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા બાબતે પણ બિલ લાલવામાં આવશે. આ વિધેયક 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.