રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ યોજી બેઠક: બધા કામો સમય સર પૂર્ણ કરવા અને પૂર્ણ કરેલ કામોને તાત્કાલિક ઓનલાઇન એન્ટ્રી કરવા તાકીદ કરાયા

રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ યોજી બેઠક: બધા કામો સમય સર પૂર્ણ કરવા અને પૂર્ણ કરેલ કામોને તાત્કાલિક ઓનલાઇન એન્ટ્રી કરવા તાકીદ કરાયા

News Detail

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને બોલાવી કામોની માહિતી મેળવી તથા પૂર્ણ થયેલ કામોને તાત્કાલિક ઓનલાઇન એન્ટ્રી કરવા તાકીદ કર્યા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સર્વે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને આયોજન મંડળ હેઠળના કામો સમયસર પૂર્ણ કરવા અને પૂર્ણ થયેલ કામોની તાત્કાલિક ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિગ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ દરેક તાલુકાના કામોની સમીક્ષા કરી પૂર્ણ થયેલ કામોની તત્કાલ એન્ટ્રી કરી અને પેન્ડન્સી ઘટાડવા વિશે અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આયોજન થયેલ કામોની પ્રક્રિયા તત્કાલ પૂર્ણ કરી વહેલી તકે કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીઓ જસદણ, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, કોટડાસાંગાણી તેમજ સર્વે નગરપાલિકાના ચીફ ઓફિસરો તેમજ જાહેર આરોગ્ય અને બાંધકામ સમિતિ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.