સવારે 11 :30 બાદ આ સર્વર ડાઉનની સમસ્યા દૂર થઈ હતી પરંતુ આ સમસ્યાને લીધે મોટાભાગના લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને અનાજ વિતરણ ની રાહ જોઈને બેઠા હતા. તો બીજી તરફ પોરબંદર જિલ્લાના 17 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાન ખાતે સવારે 8 વાગ્યા પહેલા અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો અને બપોર સુધી અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો ન હતો જેથી આ 17 ગ્રામ્ય વિસ્તારના અનાજના લાભાર્થીઓ રાહ જોઈને બેઠા હતા અને સસ્તા અનાજની દુકાને બપોર સુધી અનાજનો જથ્થો ન આવતા હાલાકી વેઠવી પડી હતી. આમ 20 દિવસ બાદ સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ 17 ગામડાંમાં અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો અને સવારે જ સર્વર ડાઉન થતા લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
News Detail
પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં 20 દિવસ બાદ અનાજ વિતરણ શરૂ થયું હતું. શરૂઆતમાં સર્વર ડાઉન થયું હતું અને 17 ગામડાંમાં અનાજનો જથ્થો સમયસર પહોંચ્યો ન હતો જેથી લાભાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. રાણાવાવ સસ્તા અનાજના ગોડાઉન ખાતે થયેલ કોભાંડના પગલે જૂનો કોન્ટ્રાક્ટ એટલેકે ડોર સ્ટેપ ડિલિવરી નો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો અને નવા કોન્ટ્રાકટર ની નિમણુંક કરવામાં આવી છે. સામાન્ય રીતે સરકારના નિયમ મુજબ તા. 1ના રોજ અનાજનું વિતરણ સસ્તા અનાજની દુકાને થઈ જતું હોય છે પરંતુ આ વખતે તા. 1 ને બદલે તા. 20 ફેબ્રુઆરી સુધી લાભાર્થીઓને આપવાનું અનાજ મળ્યું ન હતું.
બાદ વહીવટી તંત્રએ જાહેર કર્યું હતું કે, તા. 21 ના રોજ મંગળવારે સવારે 8 થી રાત્રિના 8 સુધી પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો માંથી લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવશે અને લાભાર્થીઓએ અનાજ લઈ લેવું તેવી અપીલ કરવામાં આવી હતી જેથી સવારથી જ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો ખાતે લાભાર્થીઓ અનાજ લેવા પહોંચી ગયા હતા, પરંતુ કેટલાક સસ્તા અનાજની દુકાનો ખાતે સર્વર ડાઉન હતું અને એરર આવતી હતી. જોકે આ સર્વર ડાઉન નો પ્રશ્ન રાજ્યભરમાં હતો.
સવારે 11 :30 બાદ આ સર્વર ડાઉનની સમસ્યા દૂર થઈ હતી પરંતુ આ સમસ્યાને લીધે મોટાભાગના લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને અનાજ વિતરણ ની રાહ જોઈને બેઠા હતા. તો બીજી તરફ પોરબંદર જિલ્લાના 17 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાન ખાતે સવારે 8 વાગ્યા પહેલા અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો અને બપોર સુધી અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો ન હતો જેથી આ 17 ગ્રામ્ય વિસ્તારના અનાજના લાભાર્થીઓ રાહ જોઈને બેઠા હતા અને સસ્તા અનાજની દુકાને બપોર સુધી અનાજનો જથ્થો ન આવતા હાલાકી વેઠવી પડી હતી. આમ 20 દિવસ બાદ સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ 17 ગામડાંમાં અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો અને સવારે જ સર્વર ડાઉન થતા લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.