તમારું આધાર અપડેટ હોવુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમારી ડિટેલ્સમાં ભૂલ થાય છે, તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો આજે તમને જણાવીએ કે તમે તમારા આધારમાં નામ, જન્મ તારીખ, એડ્રેસ અને જેન્ડરને કેટલી વાર બદલી શકો છો.
News Detail
Aadhaar Card Update: આધાર કાર્ડ એ આપણા બધા માટે આવશ્યક દસ્તાવેજ છે. તેના વિના, તમે તમારા ઘરથી લઈ સરકારી કામ સુધી કઈ પણ કરી શકતા નથી. એટલે કે, બધા કામ માટે આધાર નંબર જરૂરી છે. તેથી તમારું આધાર અપડેટ હોવુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમારી ડિટેલ્સમાં ભૂલ થાય છે, તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો આજે તમને જણાવીએ કે તમે તમારા આધારમાં નામ, જન્મ તારીખ, એડ્રેસ અને જેન્ડરને કેટલી વાર બદલી શકો છો.
આધારમાં કેટલી વખત નામમાં ફેરફાર કરાવી શકો છો, ડીઓબી અને એડ્રેસ
- નામ- તમે આધારમાં તમારુ નામને બે વખત બદલાવી શકો છો
- ડેથ ઓફ બર્થ- તમે આધારમાં તમારી ડેથ ઓફ બર્થને ક્યારેય પણ નહીં બદલાવી શકતા નથી. જ્યારે, ડેટા એન્ટ્રીના સમયે થયેલી ભૂલને તમે સુધરાવી શકો છો
- જેન્ડર- તમે આધારમાં તમારા એડ્રેસ અને જેન્ડરને ફક્ત એક વખત બદલાવી શકો છો
- એડ્રેસ- એડ્રેસને બદલવાની કોઈ પણ મર્યાદા નથી. તમે ઈચ્છો તેટલી વખત તેમા ફેરફાર કરાવી શકો છો
- મોબાઈલ નંબર, ઈ મેલ અને ફોટોને પણ બદલાવવાની કોઈ મર્યાદા નથી
એક નિશ્ચિત મર્યાદા પછી નહીં કરાવી શકો ફેરફાર
UIDAI એ જાણકારી આપતા જણાવ્યું કે તમે આધારમાં નામ, જેન્ડર, ડેથ ઓફ બર્થમાં એક નિશ્ચિત મર્યાદા કરતા વધુ વખત ફેરફાર નથી કરાવી શકતા.
આ સ્ટેપ્સને ફોલો કરો
- UIDAI ની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાવો અથવા આ લિંક https://uidai.gov.in/ પર ક્લિક કરો
- હવે ‘અપડેટ આધાર’ ઓપ્શન પર ક્લિક કરો
- આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો અને જરૂરી વિગતો ભરો
- નજીકના આધાર રજિસ્ટ્રેશન કેન્દ્રમાં ફોર્મ જમા કરો
- હાજર આધાર કર્મચારી બાયોમેટ્રિક ચકાસણીના માધ્યમથી તમામ વિગતોની પુષ્ટી કરશે
- કર્મચારી નવી તસવીર પર ક્લિક કરશે, જે તમારા આધાર કાર્ડમાં અપડેટ કરવામાં આવશે
- 100 રૂપિયા પ્લસ જીએસટી ફીની ચુકવણી કરવી પડશે
- આધાર કર્મચારી તમને એક એક્નોલેજમેન્ટ રિસિપ્ટ અને એક અપડેટ વિનંતી સંખ્યા (URN) આપશે
- 90 દિવસની અંદર તમારી ફોટો અપડેટ થઈ જશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.