ગુજરાતમાં વર્ષ 2003ની ગણતરી પ્રમાણે વનવિસ્તાર બહાર 25 કરોડ, 10 લાખ વૃક્ષો હતા. તે વધીને વર્ષ 2021ની ગણતરી મુજબ 39 કરોડ, 75 લાખ થયા છે. રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં ઉદબોધન દરમિયાન તેમણે આ વાત કહી હતી.
News Detail
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘરો માટે બાંધકામ ઝડપથી હાથ ધરવાનો નિર્ણય કરીને જરૂરી સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતના રેકોર્ડના ડિજિટલાઈઝેશન અંતર્ગત છેલ્લા સાત મહિનામાં 33 જિલ્લાઓમાં ચાર લાખ ફાઈલોના 7 કરોડ પૃષ્ઠો ડિજિટલ કરવામાં આવ્યા છે.
વીજ બીલ બચાવવા રાજ્યના 1,484 ગ્રામ પંચાયત ભવનો, 37 તાલુકા પંચાયત ભવનો અને 6 જિલ્લા પંચાયત ભવનો પર સોલાર રૂફટોપ નખાયા છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 5,728 કિલોવૉટ છે. ભવિષ્યમાં તમામે તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને સોલાર રૂફટોપ સિસ્ટમથી આવરી લેવામાં આવશે.
જીએસટી રજીસ્ટ્રેશન, ઑનલાઇન રજીસ્ટ્રેશન-ફેસલેસ સર્વિસિસ, ભાગીદારી પેઢી (આરઓએફ) નું એક દિવસમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન, વ્યવસાય વેરાનું એક દિવસમાં રજીસ્ટ્રેશન, ઈ-નિવારણમાં વેપારીઓની ઑનલાઈન ફરિયાદ સ્વીકૃતિ અને નિવારણ તથા ફેસલેસ અને પારદર્શક સેવા આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાતમાં વર્ષ 2003 ની ગણતરી પ્રમાણે વનવિસ્તાર બહાર 25 કરોડ, 10 લાખ વૃક્ષો હતા. તે વધીને વર્ષ 2021 ની ગણતરી મુજબ 39 કરોડ, 75 લાખ થયા છે. વર્ષ 2017 ની તુલનામાં વર્ષ 2021 ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન આચ્છાદિત ક્ષેત્રમાં 169 ચો. કિ.મી.નો વધારો નોંધાયો છે. કૌટુંબિક વિવાદોનું નિવારણ કોર્ટની બહાર થાય એવા આશયથી એક વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે, વિવાદો નિવારણ માટે તથા સુલેહ માટે ‘ફેમિલી ફર્સ્ટ- સમજાવટનું સરનામું’ યોજનાના અમલ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.