રેલવે ટ્રેકના થાંભલા પરથી ઇલેક્ટ્રિકલ વીજ વાયર ચોરતી ગેંગને મોડાસા ટાઉન પોલીસે દબોચી : કોલીખડ નજીક ચોરી કરનાર 6 આરોપી જબ્બે

રેલવે ટ્રેકના થાંભલા પરથી તાંબાના તાર ચોરી કરતી ગેંગે અલ્વા કંપા નજીક 1.34 લાખના કોપરની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીને રેલવે પોલીસે દબોચી લીધા હતા

News Detail

 

નડિયાદ કપડવંજ મોડાસા રેલવે લાઈન પર ઈલેક્ટ્રીક લાઇન નાંખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે 104 કી.મી રેલવે લાઈનની ઇલેક્ટ્રિક લાઈન પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પસાર થતી રેલવે લાઈનના થાંભલા પરથી ઇલેક્ટ્રિક વીજ વાયર ચોરી કરતી અનેક ગેંગ સક્રિય થઇ છે મોડાસાના કોલીખડ ગામ નજીક પસાર થતા રેલવે ટ્રેક પરના થાંભલા 160 મીટર કોપર વાયરની ચોરી થતા રેલવે તંત્ર દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ગેંગના 6 આરોપીને દબોચી લીધા હતા

મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે કોલીખડ ગામે રેલવે ટ્રેકના થાંભલા પરથી તાંબાના 68 હજાર રૂપિયાના 160 મીટર વીજવાયર ચોરી કરનાર માલપુર તાલુકાના ખલીકપુર ગામના 1)રાજુ ભુરા બારીયા,2)મોહન કાળા ખાંટ,3)લાલાજી સોમાજી ખાંટ, તેમજ વાંકાનેડા ગામના 4)અરવિંદ ગંભીર સેમારી,5)વિજય લક્ષ્મણ પગી અને ધનસુરા તાલુકાના બારનોલી ગામના 6)અજીતસિંહ વિજયસિંહ રાઠોડને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં રેલવે ટ્રેક પરથી વીજ વાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ ગેંગે અગાઉ બાયડ તાલુકાના અલ્વા કંપાથી રેલવે વીજલાઇન પરથી 1.34 લાખના વીજ વાયરની ચોરી કરી હતી આ ગેંગના ત્રણ આરોપીઓને અગાઉ રેલવે પોલીસે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.