પતિ તેને કહેતો હતો કે તારા પિતાએ કરિયાવરમાં કાંઈ આપ્યું નથી એટલે તારે નોકરની જેમ રહેવું પડશે.
News Detail
દેવું વધી જતા પતિ પરિણીતાને પિયરેથી રૂપિયા લાવવા દબાણ કરતો
માહિતી મુજબ, માજલપુર વિસ્તારમાં રહેતી એક 26 વર્ષીય યુવતીએ તેના પતિ અને સાસુ સામે ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યું છે કે વર્ષ 2021માં યુવતીના લગ્ન વાડી વિસ્તારમાં રહેતા પાર્થ પરમાર સાથે સમાજના રીત-રિવાજથી થયા હતા. લગ્નના થોડા સમય બધુ સરખું ચાલ્યું હતું. પરંતુ, થોડા સમય બાદ પતિ પર દેવું થઈ જતા તેની ભરપાઈ માટે પરિણીતાને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરતો હતો. પરિણીતાએ આરોપ લગાવ્યો કે, પતિ તેને કહેતો હતો કે તારા પિતાએ કરિયાવરમાં કાંઈ આપ્યું નથી એટલે તારે નોકરની જેમ રહેવું પડશે.
પરિણીતાએ 181ની મદદ લીધી
પરિણીતાએ આરોપ લગાવ્યો કે સાસુ પણ નાની-નાની વાતમાં શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા અને મેણાં-ટોણાં મારતા હતા. પતિએ પરિણીતાને ધમકી આપી હતી કે તેને પૂછ્યા વગર ઘરની બહાર પગ ના મૂકે. દરમિયાન પતિએ પરિણીતા સાથે ઝઘડો કરી તેને રૂમમાં પૂરી દીધી હતી. જો કે, પરિણીતાએ 181ની મદદ લેતા ટીમ ઘર આવી હતી અને પરિણીતાને બહાર કાઢી બચાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.