સુરતમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર શહેર અને જિલ્લાઓમાં બની રહી છે, ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે ઈવી હતી.
News Detail
પીકઅપ ટેમ્પો બાઈક સાથે અથડાતા આ ગોઝારી ઘટના બની હતી. છાસવારે વાહનોના અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. બેફામ રીતે હંકારાતા વાહનો અને મોટા વાહનોના અથડાવાથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ મામલે કામરેજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અન્ય 1 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકારે બની અકસ્માતની ઘટના
સામેથી ગમખ્વાર રીતે આવી રહેલા પીકઅપ ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પાના ચાલકે ડિવાઈડર વળાંક પર આવતા બાઇક સવારને ફંગોળી દેતા તેમાં સવાર દંપત્તિનું મોત નિપજ્યુ હોવાની જાણકારી મળી છે. બનાવ અંગે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરશે. આ બેદરકારીના કારણે 4 લોકોનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. અકસ્માતના બનાવો ખૂબ ચિંતાનજનક રીતે વધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.