બેટરી ચોરીના મામલે સાળા બનેવીનું અપહરણ કરીને ચારથી પાંચ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. બંનેને સામ સામે બેસાડીને લવિંગીયા મરચા ખવડાવીને ઢોર માર માર્યો હતો જેમાં બનેવીનું મોત થયું છે.
News Detail
શહેરમાં ભંગારનો ધંધો કરતા મૂળ રાજસ્થાનના બે યુવકોને બેટરી ચોરીના આરોપસર માલધારી સમાજના ચારથી પાંચ યુવકો ત્યાં આવ્યા હતા અને આ ટોળકી અપહરણ કરી આજવા ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી જ્યાં તેમને ગોંધી રાખ્યા હતા. બન્નેને મરચા ખવડાવીને માર માર્યો હતો પાણી પણ નહોતું આપ્યું ત્યારે આવો અત્યાચાર સહન ના કરી શકતા રાજુનાથ નામનાવ્યક્તિનું મોત નિપજ્યું છે.
મોત થતા તેનો મૃતદેહ પણ હાલોલ નજીક ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આરોપીઓની અટકાયક કરીને વધુ તપાસ આ મામલે હાથ ધરી છે. મૃતકની એ પ્રકારની સ્થિતિ થઈ ગઈ હતી તેને પાણી ના મળતા આ પ્રકારે અત્યાચાર કરતા તે બેભાન થઈ ગયો હતો. હરણી પોલીસે હત્યારાઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
અપહરણ બાદ મુક્ત કરાયેલા ઈજાગ્રસ્ત કૈલાસનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે રઘુનાથના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તેના પોસ્ટમોર્ટમની પ્રોશેસ પણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.