સુરત-વરાછામાં રહેતા કિશોરે કરી આત્મહત્યા, યુવકની હતી મોબાઈલ ફોનની માંગ

વરાછાની એક સોસાયટીમાં રહેતા કિશોરે ઘરમાં પંખાની પાઈપ સાથે દુપટ્ટા વડે સ્યુસાઈડ કર્યું

News Detail

સુરતમાં કિશોરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મોબાઈલી વારંવાર માંગ કરતા પરીવાર તેના ભવિષ્યનું હીત ઈચ્છીને તેને ભણવાની સલાહ આપતો હતો ત્યારે વારંવાર માંગ કરતા મોબાઈલ ના મળતા માઠું લાગી જતા આખરે યુવકે તેનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન કિશોરે પોતોનું જીવન ટૂંકાવ્યું છે.

કિશોર અવસ્થામાં સંતાનો હંમેશા જીદ્દી હોય છે ત્યારે મોબાઈલનું વળગળ ક્યારેક ભારે પડી જતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આ મામલે સુરતમાં પણ મોબાઈલના વળગળના કારણેચ યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પરીવારે મોબાઈલ લઈ લેતા યુવકને ખોટું લાગી ગયું હતું. એક મહિનાથી માંગ કરતો યુવક આખરે મોબાઈલ ના આપતા આ પગલું ભર્યું હતું,.

કિશોરે ઘરમાં પંખાની પાઈપ સાથે દુપટ્ટા વડે સ્યુસાઈડ કર્યું 
પરીવાર તેનું હિત ઈચ્છતો હોવાથી અભ્યાસમાં ધ્યાન આપવા માટે કહ્યું હતું ત્યારે મોબાઈલ ના આપતા માઠું લાગી જતા વરાછામાં રહેતા કિશોરે ઘરમાં પંખાની પાઈપ સાથે દુપટ્ટા વડે સ્યુસાઈડ કર્યું હતું. રત્ન કલાકારના પુત્રની આ જીદ પરીવાર માટે આફત પુરવાર થઈ છે. વરાછામાં કિશોરે આ અણધાર્યું પગલું ભર્યું હતું. જેથી સુરતના તમામ વાલીઓ પણ પોતાના સંતાનને લઈને ઘેરી ચિંતા પેઠી છે આ પ્રકારના કિસ્સાઓ નાની  ઉંમરે સામે આવી રહ્યા છે.

સાયકોલોજિસ્ટનો સહારો પણ લેવા માટે કેટલાક કિસ્સામાં માતા પિતા બને છે મજબૂર
બાળકો ધીરે ધીરે મોબાઈલના એડિક્ટેડ બની રહ્યા છે, રાજ્યભરમાં કેટલીકવાર આ પ્રકારના મોબાઈલના વળગળના કારણે ક્યારે સાયકોલોજિસ્ટનો સહારો પણ મતા પિતા લઈ રહ્યા છે. જેમાં ચોંકવનારા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.