આથી પરિવારજનોએ બાળકીની શોધખોળ આદરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે પાડોશમાં રહેતો ઇસ્માઇલ બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો.
News Detail
પાડોશમાં રહેતો યુવક રમાડવા માટે સાથ લઈ ગયો
માહિતી મુજબ, સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં રહેતી બે વર્ષની બાળકીને પાડોશમાં રહેતો 23 વર્ષીય ઈસ્માઈલ યુસુફ સોમવારે પોતાની સાથે રમવા માટે ઘરેથી લઈ ગયો હતો. જો કે, મોડી રાત સુધી બાળકી ઘરે પરત આવી નહોતી. આથી પરિવારજનોએ બાળકીની શોધખોળ આદરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે પાડોશમાં રહેતો ઇસ્માઇલ બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો. ઇસ્માલની શોધ કરી તો એક પણ ગાયબ હતો. આથી પરિજનોએ સચિન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસે પણ વાતની ગંભીરતાને સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીની શોધ દરમિયાન પોલીસને કપલેથા ગામ નજીક આવેલા એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી.
પોલીસને દુષ્કર્મ થયાની આશંકા
બાળકીની લાશ મળ્યા બાદ પોલીસને તેણી સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા છે. આથી પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે નરાધમ યુવકને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને ઝડપી પાડ્યો છે. ત્યારે હાલ યુવકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે. હાલ, પીએમ રિપોર્ટ આવ્યો નથી. પરંતુ, પોલીસને બાળક સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની શંકા છે. આ ચકચારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.