અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર લીમડી નજીક બે ટ્રકો સામસામે ભટકાતા સળગી ઉઠી હતી અને આ સમગ્ર ઘટનામાં બન્ને ટ્રક ચાલકો જીવતા સળગી જતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયા બાદ બંને ટ્રકોમાં આગ લાગતા તેમાં રહેલા બન્ને ચાલકો જીવતાજ સળગી જતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે
અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે બનેલી અકસ્માતની આ ઘટના અંગેની જાણ થતાંજ ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને પાંચ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ટ્રકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
બનાવને પગલે લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.
લીંબડી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.