હવેથી આ દેશમાં સ્વિમિંગ પુલમાં પુરુષોની જેમ મહિલાઓ પણ ટોપલેસ થઇ શકશે..

પુરુષોના ચહેરા પર ખુશની લહેર આવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે આ દેશમાં સ્વિમિંગ પુલમાં પુરુષોની જેમ મહિલાઓ પણ ટોપલેસ થઇ શકશે. જોજો, બહુ ખુશ ન થઇ જતા, આ આપણી સરકારે નિર્ણય નથી લીધો, વિદેશની વાત છે.

એક દેશની વાત છે જ્યાં એક મહિલાએ માત્ર એવી ફરિયાદ કરી કે સ્વિમિંગ પુલમાં લિંગ ભેદ ન હોવો જોઇએ અને મહિલાઓને પણ પુરુષોની જેમ ટોપલેસ થવાની પરવાનગી મળવી જોઇએ અને આ મહિલાની ફરિયાદને આધારે એ દેશની સરકારે સ્વિંમિંગ પુલમાં મહિલાઓને ટોપલેસ થવાની પરવાનગી આપી દીધી છે.

જર્મનીની રાજધાની બર્લિનની રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે, હવે મહિલાઓને હવે જાહેર તરણ કુંડમાં ટોપલેસ થવાની પરવાનગી આપવામાં આવશે અને એક મહિલાએ સ્વિંમિંગ પુલમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેના ભેદભાવની ફરિયાદ કરી હતી અને સરકારે તરત નિર્ણય કરી લીધો છે.

બર્લિન સેનેટ ફોર જસ્ટિસ, ડાયવર્સિટી એન્ડ એન્ટી ડિસ્ક્રિમિનેશનએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલાએ સેનેટના લોકપાલની ઓફિસમાં ફરિયાદ કરી હતી. મહિલાએ માંગણી કરી હતી કે, પુરુષોની જેમ મહિલાઓને પણ ટોપલેસ સ્વિમિંગ કરવાનો અધિકાર મળવો જોઈએ. સ્વિમિંગ પૂલમાં તેની સાથે લિંગના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ અને મહિલાની ફરિયાદ પર ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી અને આખરે સ્વિંમિંગ પુલમાં મહિલાઓને પણ ટોપલેસ થવાની મંજૂરી આપવામાં આવી છે.

સેનેટે કહ્યુ કે, શહેરના સાર્વજનિક પુલના સંચાલક બર્લિનર બેડરબેટ્રીબેએ કપડાં સાથે જોડાયેલા નિયમો બદલવાનો નિર્ણય કર્યો છે. લોકપાલ પ્રમુખ લિબશેરે કહ્યું કે લોકપાલનું કાર્યાલય બેડરબેટ્રીબેના નિર્ણયનું ખૂબ સ્વાગત કરે છે અને આ નિર્ણય તમામ બર્લિનવાસીઓ માટે સમાન અધિકારો સ્થાપિત કરે છે. અમે સ્ત્રી અને પુરુષ વચ્ચેના કોઈપણ પ્રકારના ભેદભાવને સમર્થન આપતા નથી.

જો કે, આ નિયમો ક્યારથી શરૂ થવાના છે તે વિશે હજુ કોઈ ચોક્ક્સ જાણકારી મળી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.