ઉત્તર પ્રદેશના એક IPS અધિકારીનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને જેમાં તેઓ કોઈ વ્યક્તિ પાસે 20 લાખ રૂપિયા માગતા નજરે પડી રહ્યા છે અને આ વીડિયોને લઈને રાજકીય ગલિયારામાં પણ ધમાસાણ મચ્યું છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ વીડિયોને ટ્વીટ કરીને નિશાનો સાધ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ IPS અનિરુદ્ધ સિંહ છે, જે હાલના દિવસોમાં મેરઠમાં ફરજ બજાવે છે તેઓ ખુલ્લેઆમ એક વેપારીને પૂછી રહ્યા છે. આજે કેટલા મોકલી રહ્યા છો?
પછી તેઓ કહે છે કે મિનિમમ 20 મોકલો. અને આમ એટલું ધન એકલાએ પચાવવું કે ખાકી-સફેદીથી લઈને ભગવાધારી સુધી બધા મળીને ગળવાના છો? વીડિયો વાયરલ થયા બાદ સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર પ્રહાર કરતા સવાલ કર્યો કે, શું તેઓ આ અધિકારી વિરુદ્ધ બુલડોઝર ચલાવશે? સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે સરકારને ઘેરતા ટ્વીટ કરી કે, ‘ઉત્તર પ્રદેશમાં એક IPS અધિકારીની વસૂલીના આ વીડિયો બાદ શું બુલડોઝરની દિશા તેમની તરફ બદલાશે કે પછી ફરાર IPSની લિસ્ટમાં એક નામ વધુ જોડીને સંડોવાયેલી ભાજપ સરકાર આ કેસને રફેદફે કરાવી દેશે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.