ટીમ ઈન્ડિયા એ ઈતિહાસ રચતા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.અને આપને જણાવી દઈએ કે અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને આ દરમિયાન આ સારા સમાચાર આવ્યા છે કે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે. આ સમાચાર ટીમ ઈન્ડિયા માટે સારા એટલા માટે છે કારણ કે આ સાથે ટીમ ઈન્ડિયા WTC 2023 ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
અહી તમને જણાવી દઈએ કે ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જે પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે આ સાથે જ 12 જૂનને પણ આ મેચ માટે રિઝર્વ પણ રાખવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે અને આ પહેલા ભારતીય ટીમને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.