ધારાસભ્યો માટે ઘૂળેટી બાદ હવે ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને ઈતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત હશે કે જ્યાં ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવશે. ધૂળેટીનું આયોજન પણ પ્રથમ વખત થયું હતું ત્યારે હવે ઈતિહાસમાં પ્રથમ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ બોલિંગ અને બેટીંગ પર ધારાસભ્યો હાથ અજમાવશે.
ધૂળેટી બાદ ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન 20 માર્ચના રોજ થઈ રહ્યું છે. જેમાં ધારાસભ્યોની ટીમની અંદર વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાશે. ધારાસભ્યો બેટીંગ અને બોલિંગ કરતા જોવા મળશે. અત્યારે વિધાનસભાની અંદર બજેટ સત્ર ચાલી રહ્યું છે અને ત્યારે ધારાસભ્યો બજેટ સત્રમાં વ્યસ્ત છે ત્યાર બાદ 20 તારીખના રોજ ધારાસભ્યોની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વખતે પ્રથમ વખત ધારાસભ્યોને ક્રિકેટ ટૂર્નામેન્ટ પહેલા વિધાનસભામાં ઈતિહાસમાં પ્રથમ વખત હોળી રમવાને લઈને મંજૂરી અધ્યક્ષ તરફથી મળી હતી અને ત્યારે વિધાનસભામાં પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ કલરોથી નેતાઓ હોળી રમતા નજરે પડ્યા હતા.
વિધાનસભા ધારાસભ્યો માટે હવે હોળી રમવાની સાથે સાથે ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ધારાસભ્યો ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. જનતા વચ્ચે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા નેતાઓ હવે ક્રિકેટના મેદાને જંગમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.