IPLમાં આ 10 વિદેશી ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, પોતાના દેશમાં જેઓ ધમાલ મચાવી ચૂક્યાં છે

IPLમાં રમવું હાલ દરેક ક્રિકેટરનું સપનું બની ગયું છે. ક્રિકેટર ભલે ભારતનો હોય કે અન્ય દેશનો પણ તે IPLમાં રમવા માંગે છે. જણાવી દઈએ કે 31 માર્ચથી શરૂ થઈ રહેલી IPL-2023માં પણ કેટલાક ખેલાડીઓનું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અહી અમે તમને એવા 10 વિદેશી ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને IPLમાં પહેલીવાર ખરીદવામાં આવ્યા છે અને તેઓ આ સિઝનમાં ડેબ્યૂ કરી શકે છે

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ભવિષ્યના મોટા સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે. આઈપીએલની હરાજીમાં આ ખેલાડીને મુંબઈ ઈન્ડિયન્સ રૂ. 17.50 કરોડની ભારે કિંમતે ખરીદ્યો હતો અને નોંધનીય છે કે ગ્રીને ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી આઠ ટી20 મેચ રમી છે અને 139 રન સાથે પાંચ વિકેટ ઝડપી છે.

ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા પણ પહેલીવાર IPL રમશે. તે પોતાના દેશનો ચોથો ક્રિકેટર છે જેને IPLમાં રમવાનો મોકો મળ્યો છે અને તેને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને અત્યાર સુધી આ ખેલાડીએ 66 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે છ અડધી સદીની મદદથી 1259 રન બનાવ્યા છે. તેણે 38 વિકેટ પણ પોતાના નામે કરી છે.

ઈંગ્લેન્ડના હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની સાથે જોડવા માટે 13.25 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી હતી અને બ્રુકે ઈંગ્લેન્ડ માટે 20 T20 મેચ રમી છે અને તેણે 372 રન બનાવ્યા છે જેમાં એક અડધી સદી સામેલ છે.

સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા ઈંગ્લેન્ડના જો રૂટે 2012માં ટી-20માં ડેબ્યૂ કર્યું હતું પણ હજુ સુધી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું નથી અને આ સિઝનમાં પહેલીવાર રૂટને રાજસ્થાન રોયલ્સની ટીમે એક કરોડની કિંમત ચૂકવી ખરીદ્યો છે. રૂટે ઈંગ્લેન્ડ માટે 32 ટી20 મેચ રમી છે અને પાંચ અડધી સદીની મદદથી 893 રન બનાવ્યા છે.

જોશ લિટલ આયર્લેન્ડનો ખેલાડી છે અને તે પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે. આ ખેલાડીએ ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ હેટ્રિક લીધી હતી અને ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીને 4.40 કરોડ રૂપિયામાંખરીદ્યો છે. આ ફાસ્ટ બોલરે 53 T20 મેચ રમી છે અને 62 વિકેટ લીધી છે.

આઈપીએલ-2023માં માઈકલ બ્રેસવેલની એન્ટ્રી અન્ય ખેલાડીના કારણે થઈ છે અને ઈંગ્લેન્ડના વિલ જેક્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હરાજીમાં ખરીદ્યો હતો પણ તે તાજેતરમાં ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેના સ્થાને ન્યૂઝીલેન્ડના માઈકલ બ્રેસવેલનો સમાવેશ કર્યો હતો.

ફિલ સોલ્ટ IPLમાં ડેબ્યૂ કરતો જોવા મળશે. ઇંગ્લેન્ડના આ બેટ્સમેનને દિલ્હી કેપિટલ્સે બે કરોડની કિંમતમાં ખરીદ્યો છે અને આ ખેલાડીએ ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 16 T20 મેચ રમી છે અને 308 રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર રીસ ટોપલી પણ પ્રથમ વખત IPL રમશે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને આ બોલરે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 22 ટી20 મેચ રમી છે.

બાંગ્લાદેશનો વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ પણ આ વખતે આઈપીએલમાં જોવા મળશે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને દાસ પણ લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ હજુ સુધી તે આઈપીએલમાં ડેબ્યૂ કરી શક્યો નહતો.

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ડુઆન જેન્સનને પણ પહેલીવાર IPLમાં ખરીદવામાં આવ્યો છે અને તેને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.