જો સરકારી ક્ષેત્રની બેંક ઓફ બરોડામાં તમારું એકાઉન્ટ છે તો આ ન્યૂઝ તમારા માટે છે અને બેંકે આ માટે એક નોટિસ જાહેર કરી છે. તેમાં ગ્રાહકોને સેન્ટ્રલ કેવાયસી કરાવવાનું કહેવાયું છે.બેંકના અનુસાર જે ગ્રાહકોના બેંકની તરફથી સી-કેવાયસી કરાવવાને માટેની નોટિસ, ફોન, એસએમએસ અને કોલ આવ્યો છે. આ પછી તરત બ્રાન્ચ પર જઈને સી-કેવાયસી કરાવવું જોઈએ.
બેંક ઓફ બરોડાની તરફથી ટ્વિટર પર જાહેર કરાયેલી નોટિસમાં કહેવાયું છે તે જે પણ ગ્રાહકો બેંકથી સી-કેવાયસી કરાવવા માટે નોટિસ, ફોન, એસએમએસ અને કોલ મેળવી ચૂક્યા છે. તેઓએ પોતાની નજીકની બેંકમાં જઈને તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી લેવા અને જો તમે આ કામ કરી ચૂક્યા છો તો નોટિસને ઈગ્નોર કરો.
જો તમે કેવાયસી ડોક્યુમેન્ટ્સ જમા નથી કરાવી રહ્યા તો તમને બેંકિંગના લેનદેનને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈ રૂપિયા ટ્રાન્સફર કરો છો તો તે અટકી શકે છે. તેની સાથે જો કોઈએ તમને રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો તેમાં પણ મુશ્કેલી આવી શકે છે અને આ સિવાય એટીએમ અને ચેકની મદદથી થતા ટ્રાન્ઝેક્શન પણ પ્રભાવિત થઈ શકે છે.
તેનું પૂરું નામ સેન્ટ્રલ કેવાઈસી છે. સી-કેવાયસીનો સૌથી મોટો ફાયદો છે કે તેને કરાવવા માટે તમે બેંક એકાઉન્ટ, ઈન્શ્યોરન્સ ખરીદવા અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે અલગ અલગ કેવાયસી કરવાની જરૂર અનુભવશો નહીં અને તેનાથી સંસ્થાની પાસે તમારો ડેટા ડુપ્લીકેટ નહીં થાય.
સી-કેવાયસીને CERSAIની તરફથી મેનેજ કરાય છે અને એકવાર સી-કેવાયસી કરાવ્યા બાદ બેંક, મ્યુચ્યુઅલ ફંડ અને ઈન્શ્યોરન્સ કંપનીને અનેકવાર કેવાયસી કરાવવાની જરૂર રહેતી નથી. ફક્ત 1 નંબરથી જ ગ્રાહકોને તમામ જાણકારી મળી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.