કાનપુરમાં એક પિતા એટલો પથ્થર દિલ નીકળ્યો કે તેણે તેની પુત્રીના બોયફ્રેન્ડના ખોટા ફોન પર એટલો ગુસ્સો આવ્યો કે, તેણે પોતાના હાથે જ પુત્રીનું ગળું દબાવી દીધું અને જ્યારે પુત્રી કસમ આપતી રહી કે પપ્પા એવું કંઈ નથી… તે છોકરો જૂઠું બોલે છે, પરંતુ નિર્દય પિતાના હાથ કાંપ્યા નહીં અને તેણે કેબલ વાયર વડે પુત્રીનું ગળું દબાવી દીધું.
હવે તે પુત્રીની માતાએ તેના હત્યારા પતિ વિરુદ્ધ પુત્રીની હત્યા માટે FIR લખાવી છે, જેના પછી પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે. આ મામલો કાનપુરના રાવતપુર વિસ્તારનો છે. અહીં રહેતી 16 વર્ષની યુવતીને સોનુ નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો અને સોનુ તે છોકરી સાથે લગ્ન કરવા તૈયાર હતો, પરંતુ છોકરીના પિતા તેના માટે તૈયાર ન હતા.
માતા-પિતાનું કહેવું હતું કે, છોકરી હજુ નાની છે. પાછલાં દિવસોમાં સોનુએ છોકરીના પિતાને ફોન પર ખોટી માહિતી આપી હતી કે, હું તમારી પુત્રીના પ્રેમમાં છું, તે ગર્ભવતી પણ છે, તેથી હું તેની સાથે લગ્ન કરીશ, મારા લગ્ન કરાવી દો અને બાપ આટલી વાતથી એકદમ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો, તે ગુસ્સામાં ઘરે આવ્યો. સૌ પ્રથમ, તે તેની પત્નીને લઈ ગયો અને તેને તેના પિયરના ઘરે છોડી આવ્યો.
ત્યારપછી દારૂ પી ને નશામાં ચકચૂર થઈને પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચીને તેણે કેબલ વાયર લીધો અને તે જ વાયર વડે પલંગ પર સુતેલી પુત્રીનું ગળું દબાવી દીધું. દરમિયાન, છોકરીએ બૂમો પાડવાનું શરૂ કરતાં ઘરના ભાડૂતોને હત્યાનો સંકેત મળી ગયો, અને તેઓએ ફોન પર છોકરીની માતાને જાણ કરી અને જ્યારે માતા સ્થળ પર આવી ત્યારે પતિએ તેને પણ મારવાનું શરૂ કરી દીધું.
માતાએ પોલીસને જાણ કરી. આ પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જોયું કે, દીકરીની લાશ પલંગ પર પડી હતી. આરોપી પિતા પણ તેની બાજુમાં ઉભા હતા અને માતા રડી રહી હતી અને પોલીસે જ્યારે આરોપી પિતાની ધરપકડ કરી ત્યારે તેણે સીધી કબૂલાત કરી કે, તેણે જ તેની પુત્રીની હત્યા કરી છે.
માતા કહે છે કે, પિતા તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા, તેને ક્યારેય મારતા પણ ન હતા, આ છોકરો સોનુએ ખોટી ખોટી માહિતી આપી હતી, તે છોકરીને હેરાન કરતો હતો અને તેણે તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું, અને તે ગર્ભવતી છે, તે સંપૂર્ણ ખોટી માહિતી હતી, તે મારી પુત્રી છે, હું બધું જાણું છું કે, એવું કંઈ નથી છતાં તેણે તેની હત્યા કરી નાખી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.