ઉજ્જવલા યોજનાના મોદી સરકારે લાભાર્થીઓ માટે કરી આ મોટી જાહેરાત..

દેશવાસીઓને નવરાત્રીની ભેટ આપતી વખતે સરકારે આજે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી અને બેઠકમાં ઉજ્જવલા યોજનાને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ શુક્રવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી એક વર્ષ માટે લંબાવી છે અને ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને એલપીજી પ્રદાન કરવા માટે, કેન્દ્ર સરકારે ગરીબ ઘરોની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવા માટે મે 2016 માં PMUY શરૂ કર્યું. સરકારની આ યોજના હેઠળ, સબસિડી પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

1 માર્ચ, 2023 સુધીમાં, (Ujjwala Yojana)પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9.59 કરોડ લાભાર્થીઓ છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ ભૌગોલિક-રાજકીય કારણોસર એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર વધારો થયો છે. PMUY લાભાર્થીઓ માટે આ યોજનાની તારીખ લંબાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબોને એલપીજીના ઊંચા ભાવથી બચાવવાનો છે અને પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ હેઠળ, સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આ વખતે પણ એક વર્ષ માટે ચાલુ રહેશે.

નોંધનીય છે કે ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને (Ujjwala Yojana) એલપીજી પ્રદાન કરવા માટે, કેન્દ્ર સરકારે ગરીબ ઘરોની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવા માટે મે 2016 માં PMUY શરૂ કર્યું. સરકારની આ યોજના હેઠળ, સબસિડી પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.આ યોજનાનો લાભ તમામ પાત્ર લાભાર્થીઓને મળશે અને તમને જણાવી દઈએ કે દેશમાં PMUY ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ 2019-20માં 3.01 રિફિલથી 20 ટકા વધીને 2021-22માં 3.68 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.