અમેરિકાના પેન્સિલવેનિયામાં શુક્રવારે ચોકલેટ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે, જયારે 9 લોકો લાપતા થયા છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમય અનુસર આ વિસ્ફોટ શુક્રવારે સાંજે 4.57 કલાકે થયો હતો.
પેન્સિલવેનિયાના વેસ્ટ રીડિંગમાં આવેલી આર.એમ. પામર ચોકલેટ ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો હતો. વેસ્ટ રીડિંગના પોલીસ વડાના જણાવ્યા અંસુઅર પોલીસની ટીમો હજુ પણ કાટમાળમાંથી શબ અથવા ઘાયલ લોકોને શોધી રહી છે અને વિસ્ફોટને કારણે નજીક આવેલી ઈમારતોને પણ નુકસાન થયું હતું અને વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી, જો કે હાલમાં સ્થાનીય રહેવાસીઓ માટે કોઈ ખતરો નથી.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી ઇમારતના ફુરચા ઉડી ગયા હતા. વિસ્ફોટથી અગ્નિ જ્વાળાઓ અને ધૂળની ડમરીઓ હવામાં ઊંચે સુધી ઉડી હતી અને ઘટનાસ્થળની તસવીરોમાં શુક્રવારે મોડી સાંજે પણ ફેક્ટરીમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી.
પ્રવક્તા જેસિકા બેઝલરે જણાવ્યું હતું કે, 8 ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક દર્દીને વધુ સારવાર માટે સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો, બેને યોગ્ય સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અન્યને રજા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.