એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી Twitter સતત ચર્ચામાં છે. એલોન મસ્કે આવતાની સાથે જ Twitterમાં મોટાપાયે ફેરબદલ કર્યા હતા અને જેમાં એક હતું બ્લ્યુ ટીક માટે યુઝરે ચોક્કસ રકમ ચૂકવવી પડશે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર ખુલાસો થયો છે કે Twitterને બ્લ્યુ ટીક સર્વિસથી અત્યાર સુધીમાં $11 મિલિયનની કમાણી કરી છે.
ટ્વિટરએ હવે તેની બ્લુ ટીક વેરિફિકેશન સેવા વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરાવી છે અને 1 એપ્રિલથી લિગેસી ચેક માર્ક અદૃશ્ય થઈ જશે. આવતા મહિનાથી બ્લુ ટિક માટે ચૂકવણી કરવી જરૂરી રહેશે અને આ પગલાંથી ટ્વિટરને ભવિષ્યમાં વધુ ડોલર કમાવવામાં મદદ મળી શકે છે.
કમાણીને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે તેના પર ટ્વિટર અથવા એલોન મસ્ક તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને મસ્ક દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે 1 એપ્રિલથી, વ્યક્તિગત વપરાશકર્તાઓ અને સંસ્થાઓ બંને માટે તમામ લેગસી બ્લુ વેરિફાઇડ ચેક માર્કસ દૂર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.