વિધવા સાથે સંખ્યાબંધ વખત આડા સબંધ બાંધીને તેની પાસેથી નાણાં પડાવીને તેને છોડી દેનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે વલ્લભ સુથાભાઇ સાખટ (રહેવાસી : ગીરનાર સોસાયટી, નાના વરાછા) સામે વિધવા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેણીનો પતિ ખૂબ મારઝૂડ કરતો હતો આ દરમિયાન તેના વલ્લભ સાથે સંપર્ક થયો હતો અને વલ્લભ તેને સહાનુભૂતિ આપીને વારંવાર તેની સાથે શારિરીક સબંધ બનાવતો હતો.
આ ઉપરાંત તેણે પોતાની પત્નીને છોડી દીધી હોવાનું જણાવ્યું હતું. વળી તેણી સાથે મળીને વલ્લભભાઇએ ફલેટ પણ ખરીદી લીધો હતો અને આ દરમિયાન વલ્લભભાઇએ પોતાની પત્નીને ડાયવોર્સ આપી દેશે તેમ જણાવીને વારંવાર તેણી સાથે આડા સબંધ બાંધ્યા હતા. દરમિયાન છેલ્લા ચાર વર્ષ સુધી પત્ની બનાવવાના પ્રલોભનો આપ્યા બાદ વલ્લભે અચાનક વિધવાના ઘરે આવવાનુ બંધ કરી દીધું હતું. દરમિયાન વિધવા દ્વારા વલ્લભની પત્ની અને માતાને આ વિશે જાણ કરતાં તા. 28 ફેબ્રુઆરીના રોજ વલ્લભે વિધવા તથા તેના દીકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વલ્લભની પત્ની અને તેના ઘરવાળાએ વિધવાને ખોટા કેસમાં ફસાવી દેવાની તથા મારી નાંખવાની ધમકી આપી હતી અને આ મામલે પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.