આગામી શુક્રવારે 31 માર્ચથી શરૂ થઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની કેટલીક મોટી ટીમોની મેચ સ્ટેડિયમમાં જઇને જોવાની ક્રિકેટ ચાહકોની ઇચ્છા તેમના ખિસ્સાને ઘણી ભારે પડી શકે છે અને જો તમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન છો અને તમારે તેની મેચ જો સ્ટેડિયમમાં જઇને જોવી હોય તો તમારે બે વાર વિચાર કરવો પડશે. કારણ કે જો તમે 6 મિત્રો મળીને આરસીબીની આઇપીએલ મેચ સ્ટેડિયમમાં બેસીનેએકસાથે જોવા માંગો છો, તો તેના માટે તમારે રૂ. 3 લાખ ખર્ચવા પડી શકે છે અને એટલામાં તો એક અલ્ટો કાર તમે ખરીદી શકો તેમ છો.
આરસીબીએ પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 2 એપ્રિલે તેમના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે અને આ મેચની સૌથી મોંઘી ટિકિટનો ભાવ રૂ. 50,820 છે. એટલે કે લગભગ 51 હજાર થાય છે. આવી સ્થિતિમાં જો 6 મિત્રો એકસાથે મેચ જોવા માંગતા હોય તો તેમને લગભગ 3 લાખ રૂપિયા ખર્ચવા પડશે.આ મેચની સૌથી સસ્તી ટિકિટ રૂ.2772 છે. જેની સંપૂર્ણ વિગતો રોયલચેલેન્જર્સ.કોમ પર ઉપલબ્ધ છે. જો કે આટલી મોંઘી ટિકીટ હોવા છતાં આરસીબીની સાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ જ ગ્રાઉન્ડ પર આરસીબી બીજી મેચ 10 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. આ મેચની સૌથી સસ્તી ટિકિટ 2118 રૂપિયા છે અને સૌથી મોંઘી ટિકિટ 30,801 રૂપિયા છે અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 7 મેચો રમાવાની છે.
મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચની પણ તમામ ટિકિટ વેચાઈ ગઈ છે અને આ મેચ માટેની ટિકીટનો ભાવ લગભગ 50 હજાર રૂપિયા છે. આ મેચની ટિકિટ પણ પૂરી થઈ ગઈ છે. બુક માય શોની મુલાકાત લઈને ટિકિટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. પેટીએમ પર ઘણી ટીમોની ટિકિટ પણ ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.