આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે. રોજ તે કંઈક ને કંઈક એવું પોસ્ટ કરે છે, જે વાયરલ થઈ જાય છે. હવે તેમનું એક હાલનું ટ્વીટ ચર્ચામાં છે. આ ટ્વીટમાં તેમણે એક ગણિત શિક્ષક દ્વારા બનાવવામાં આવેલી સોલર કારનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. શ્રીનગરના રહેનારા ગણિતના શિક્ષક બિલાલ અહમદે એકલા જ સૌર ઉર્જાથી ચાલનારી કાર બનાવી છે અને તેનું આ નવું ઈનોવેશન ઈલેક્ટ્રોનિક કાર માર્કેટ અને પરિવહનના ગ્રીન મોડમાં એક આગળનું પગલું છે.
વીડિયોમાં બિલાલને પોતાની કાર ડ્રાઈવ કરતો જોવામાં આવ્યો છે અને કારના દરવાજા, બારીઓ, બોનેટ અને ડિક્કી પર સોલાર પેનલ લાગેલી જોઈ શકાય છે. જેના પછી બિલાલ આ કારની ખૂબીઓને બતાવતા જોવા મળે છે. મહિન્દ્રાના હેડ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત આનંદ મહિન્દ્રાએ બિલાલની હિંમતના વખાણ કર્યા છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે અને રોજ કંઈ ને કંઈક પ્રેરણાત્મક અથવા હાસ્યાત્મક પોસ્ટ શેર કરે છે. જે તેમના ફોલોઅર્સને ઘણી પસંદ આવતી હોય છે અને ટ્વિટર પર તેમના 94 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ઘણી જલદીથી વાયરલ થઈ જાય છે. આનંદ મહિન્દ્રા પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મોટિવેશનલ કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે પણ જાણીતા છે તેમજ તેઓ આવું અલગ વિચારતા લોકોને પોતાની કંપની તરફથી પણ ઘણી વખત કાર ભેટમાં આપી હોય તેવું જાણવા મળ્યું છે અથવા તો કંઈક અલગ કરતા લોકોના વખાણ કરી તેમને મોટીવેશન પૂરુ પાડતા અચકાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.