પલસાણા: ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવારનવાર મોટા જથ્થામાં દારૂ પકડાતો રહે છે અને ત્યારે સુરતના પલસાણા નજીક આવેલા કામરેજ તાલુકાના કોસમટી પાટીયા પાસેથી પલસાણા પોલીસે એક ટ્રકના ચોરખાનામાંથી તો પોલીસની બીજી ટુકડીએ અબ્રામા ગામની સીમમાં એક કારમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો છે.
પલસાણા સુરત ગ્રામ્ય એલસીબી ને મળેલી બાતમી ના આધારે કામરેજ તાલુકાના કોસમડી પાટિયા પાસે ઉભી એક ટ્રક ના ચોર ખાના માંથી ત્રણ લાખ થી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા એક બનાવ માં અબ્રામા ગામ ની સીમમાં દારૂ સગેવગે કરતી એક કાર માંથી 1.90 લાખ નો દારૂ સાથે પાંચ લાખ થી વધુ નો દારૂ નો જથ્થો ઝડપી દેવામાં આવ્યો હતો.
સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ASI અશ્વિનભાઇ ચીમનભાઇ તથા પો.કો અલ્તાફભાઈ ગફુરભાઈ ને બાતમી મળી હતી કે ટાટા ટ્રક નં.HR-55-1-6054માં ચોરખાનામાં વિદેશી દારૂ ભરીને લાવવામાં આવ્યો છે અને આ ટ્રક કોસમાડી પાટીયા પાસે ઉભી છે ત્યાથી સગેવગે કરવાની પેરવીમાં છે.
મળેલી બાતમી આધારે સ્થળ ઉપર રેડ કરતા ત્યાંથી વિદેશી દારૂ ની બોટલ નંગ 393 કિંમત 326100 નો માલ મળી આવ્યો હતો ત્યાં ઉભેલી ટ્રક નો ક્લીનર અશોકકુમાર સાયગલ (ઉ.વ 45 રહે રોહતક હરિયાણા)ની અટક કરી હતી અને જયારે પોલીસ ને જોઈ ભાગી જનાર ટ્રક ડ્રાઈવર સાહીલ સાયગલ (રહે વોડ નંબર -૧ ઇન્સરાકોલોની રોહતક હરિયાણા) અને માલ મંગાવનાર રાજેન્દ્ર (રહે બારડોલી) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.