દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે અને જેની ચર્ચા ઝડપથી થઈ રહી છે તેમજ મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 40 વર્ષીય પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે તે વ્યક્તિ ફ્લાઈટમાં નશાની હાલતમાં હતો અને તે ફ્લાઈટના ઈમરજન્સી ડોર ફ્લેપને ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના 7 એપ્રિલના રોજ સવારે 7.56 વાગ્યાની છે. ઉપરોક્ત ઘટના IGI એરપોર્ટથી ઉડતી ઈન્ડિગો 6E 308માં જોવા મળી હતી.
આ ઘટના વિશે ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટમાં પેસેન્જર નશાની હાલતમાં ઈમરજન્સી ડોર ફ્લેપ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઉલ્લંઘનની જાણ થતાં, બોર્ડ પરના ક્રૂએ કેપ્ટનને ચેતવણી આપી અને બેંગલુરુ પહોંચ્યા પછી મુસાફરને CISFને સોંપવામાં આવ્યો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે ઈન્ડિગોમાં આવા ઘણા કિસ્સાઓ પહેલા પણ જોવા મળી ચૂક્યા છે. 1 એપ્રિલના રોજ, બેંગકોકથી મુંબઈ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં કથિત છેડતીના સમાચાર આવ્યા હતા અને આ પહેલા 26 માર્ચે ઈન્ડિગો ગુવાહાટી-દિલ્હી ફ્લાઈટમાં નશામાં ધૂત વ્યક્તિને ઉલટી થઈ હતી. 22 માર્ચની વાત કરીએ તો આ દિવસે દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બે મુસાફરોએ દારૂ પીવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, 26 નવેમ્બર 2022 ના રોજ, ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને આ સમયે નશામાં ધૂત વ્યક્તિએ વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.