સુરત: કતારગામ ખાતે રહેતી કીશોરીને ઇન્સ્ટાગ્રામ પર ભેટેલા યુવકે સાથે ફોટો પાડી બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
કતારગામમાં કીશોરી સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવાનનો 3 વખત બળાત્કાર
ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા યુવક સાથે કીશોરી ફરવા ગઈ ત્યારે ફોટો પાડી લીધા હતા ‘મને તમારી દિકરી આપો નહિતર તમને બધાને મારી નાખીશ’ એવું કહી કિશોરીના પિતાને ધમકી
કતારગામ પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા ખાતે રહેતા 22 વર્ષીય જયદીપ ઉર્ફે અજય રમેશભાઇ સરવૈયા જાતે કોળી સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે અને જયદીપે કતારગામ ખાતે રહેતી અને ધોરણ11 માં અભ્યાસ કરતી 15 વર્ષની કીશોરી સાથે 3 વખત બળાત્કાર કર્યો હતો અને બંને ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વાતચીત થતા બાદમાં મિત્રતા થઈ હતી. બંને ફરવા ગયા ત્યારે જયદીપે બંનેના સાથે ફોટો લઈ લીધા હતા. અને બાદમાં કીશોરીના ડરાવી ધમકાવી શારીરીક અડપલા કરી નગ્ન તથા અર્ધનગ્ન ફોટા પાડી તથા વિડીયો બનાવી લીધા હતા.
કીશોરીને વિડીયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ત્રણ વખત બળાત્કાર કર્યો હતો અને જો તેમ નહીં કરે તો તેના પરીવારને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જયદિપ એક દિવસ કીશોરીના ઘરે પહોંચી ગયો હતો અને તેના પિતાને ‘મને તમારી દિકરી આપો નહિતર તમને બધાને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપી હાલ વતન ભાગી ગયો હોવાથી પોલીસની ટીમ પકડવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.