વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે એક યુવતીએ જાહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં યુવક અને યુવતીએ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને યુવકની નોંધાવેલી ફરિયાદ મુજબ જાણવા મળ્યું છે કે યુવતીએ ચપ્પુ તેના ગળા પર ફેરવી દીધું હતું, અને જ્યારે યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીએ તેના મિત્રનો નંબર માંગયો તો યુવકે તેને ગાળો આપી અને બે-ત્રણ લાફા મારી દીધા હતા અને આટલું જ નહીં યુવતીએ આરોપ લગાવ્યો યુવકે તેને શેરડીના કોલાવાલા પાસેથી શેરડીનો સાઠો લાવી માર માર્યો હતો.
મળતી માહિતી મુજબ વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવક અને યુવતીએ વચ્ચે જાહેરમાં વિવાદ શરૂ થયો હતો અને જ્યાં મકરપુરા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા કરણસિંહ નટવરસિંહ રાજપૂતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તું નિકુંજ રાજપૂતનો નંબર જાણી જોઈને આપતો નથી, તેમ કહીને યુવતીએ ચપ્પુ મારા ગળામાં મારી દીધું હતું. જ્યારે યુવતીએ નોંધવેલી ફરિયાદમાં જણવા મળ્યું છે કે, મેં પોલેન્ડમાં રહેતા મારા મિત્ર નિકુંજનો મોબાઇલ નંબર માંગતા કરણે મને ગાળો આપીને તું મારી દુકાન પર કેમ આવી છે કહીને મને ગાલ પર બે-ત્રણ લાફા મારી દીધા હતા અને શેરડીના કોલાવાલા પાસેથી શેરડીનો સાઠો લાવીને મને માર્યો હતો અને ફરીથી મારી દુકાને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને મારી સાથે ધક્કામુક્કી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કરણસિંહ નટવરસિંહ રાજપૂત આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં રેડીમેડ કપડાનો વ્યવસાય કરે છે અને યુવકની ફરિયાદ અનુસાર મકરપુરા ગામમાં આવેલી વલ્લભ કોલોનીમાં મોનિકા કુંજન સુર્યવંશી અને મારા મિત્ર નિકુંજ રાજપૂત વચ્ચે ગાઢ પ્રેમ હતો. તેઓ મોકો મળે ત્યારે તરસાલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના પ્રેમ સંબંધ વિષે મને જાણ હતી, તેમના લગ્ન થયા હતા કે, નહીં તેની મને ખબર નહોતી. ત્યાર બાદ નિકુંજ રાજપૂત કોઈને જાણ કર્યાં વિના 7 મહિનાથી વિદેશ કામ ધંધાર્થે જતો રહ્યો હતો અને નિકુંજ મોનિકા સાથે વાતચીત કરતો નહોતો. તેથી મોનિકા અવારવનાર મારી પાસે નિકુંજ રાજપૂતનો નંબર માંગતી હતી, પરંતુ મારી પાસે તેનો કોન્ટેક્ટ નંબર ન હોવાથી મેં મોનિકાને નંબર આપી શક્યો નહોતો. જેથી મોનિકા મારા પુર ગુસ્સે થતી હતી અને કહેતી હતી કે, નિકુંજ તારો ભાઇબંધ છે અને તું જાણી જોઈને નંબર, સરનામુ અને માહિતી આપતો નથી.
તે સમયે મોનિકા મને ગુસ્સે થઈને તેને પોતાના ખભા પરની કીટ નીચે મૂકીને તેમાંથી એક ધારદાર ચપ્પુ કાઢ્યું હતું અને મારી પર હુમલો કરી દીધો હતો અને મારી ગરદનના ભાગે જોરથી એક ઘા મારી દીધો હતો. ત્યારબાદ ફરીથી બીજો ઘા મારવાનો પ્રયાસ કરતા મારો ડાબો હાથ ઊંચો કર્યો હતો. જેથી મને કોણીના ભાગે ચપ્પુથી ઘા મારતા ઇજા થઈ હતી. ત્યાર બાદ ઘણું લોહી નીકળવાના કારણે મારો મિત્ર મને હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં મોનિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.