ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાએ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે અને જેનું સેવન કરવામાં આવે તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે.
ભોજરાજ સિંહ અને 3 પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે સંશોધન ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ઇજ્જતનગરમાં ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI)માં કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત ગાયના દૂધમાં ઓછામાં ઓછા 14 પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. તેમાં Escherichia coliની હાજરી પણ જોવા મળે છે, જે પેટમાં ઈન્ફેક્શનનું કારણ પણ બને છે અને આ રિસર્ચમાં જે બાબતો સામે આવી છે તે ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં સામે આવી છે.
આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. સંસ્થાના ભોજ રાજ સિંહની આગેવાની હેઠળ IVRI ખાતે પીએચડી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જેમાં એસ્ચેરીચિયા કોલી હોય છે જે પેટમાં ચેપ લાવી શકે છે અને તેથી વ્યક્તિએ આ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાને ટાળવા જોઈએ.
IVRI ના રોગશાસ્ત્ર વિભાગના વડા ભોજરાજ સિંહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “ગાય, ભેંસ અને મનુષ્યોના 73 પેશાબના નમૂનાઓના આંકડાકીય વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભેંસનું પેશાબ ગાયના પેશાબ કરતા વધુ ફાયદાકારક છે. S Epidermidis અને E Rhapontici જેવા બેક્ટેરિયા પર ભેંસનો પેશાબ વધુ અસરકારક છે.
સિંહે કહ્યું, ‘અમે રિસર્ચમાં ત્રણ પ્રકારની ગાયોના યુરિન સેમ્પલ લીધા હતા. જેમાં સાહિવાલ, થરપારકર, વિંદાવાણી (ક્રોસ બ્રીડ)ના નમૂના લેવામાં આવ્યા હતા અને આ સાથે ભેંસ અને માનવીના પેશાબના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગયા વર્ષે જૂનથી નવેમ્બર 2022 સુધી અભ્યાસ કર્યો. આ પછી, પરિણામ એ આવ્યું કે તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં પણ હાનિકારક બેક્ટેરિયાની હાજરી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.