છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે તેવી જ રીતે અકસ્માતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા અને બાવલિયાળી નજીક શ્રમિકો ભરેલી તુફાન ગાડીનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં 20 લોકોને સામાન્ય ઈજા અને 5 લોકોને ગંભીર ઈજા પહોચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુફાનમાં 10 બાળકો સહિત 32 લોકો સવાર હતા. જેમાંથી 10 જેટલા લોકો તુફાન ગાડીની છત પર બેઠા હતા અને હાલ તો ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.