ફેમસ ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સલમાન ખાનની આગામી ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન”થી બોલિવૂડમાં ડગ માંડી રહી છે. તેને સલમાન ખાન સાથે કામ કરવાને લઈને પોતાનો અનુભવ શેર કર્યો છે અને તેને જણાવ્યું કે સલમાને સેટ પર મહિલાઓ માટે એક નિયમ બનાવ્યો છે, જે તેણે અંતિમની શૂટિંગ દરમિયાન જોયો હતો.
શ્વેતાની દીકરી પલક તિવારીએ ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થ કન્નનને જણાવ્યું હતું કે સલમાન ખાનનો એક નિયમ હતો કે સેટ પર મહિલાઓએ કેવા કપડા પહેરવા જોઈએ અને પલકે કહ્યું કે, “જયારે હું “અંતિમ”પર સલમાન સર સાથે વિજ્ઞાપન કરી રહી હતી, ત્યારે મને લાગતું ન હતું કે ઘણા બધા લોકો આ જાણે છે કે સલમાન સરનો એક નિયમ હતો કે તેમના સેટ પર કોઈપણ છોકરીના ડ્રેસની નેકલાઈન ઉપર હોવી જોઈએ. બધી જ છોકરીઓ કવર હોવી જોઈએ, સારી છોકરીઓની જેમ; એટલે જ મમ્મીએ મને સેટ પર પ્રોપરલી કવર થઈને જતા જોઈ તે કહેવા લાગી કે આટલી સરસ તૈયાર થઈને કયાં જઈ રહી છે તો મે કહ્યું કે સલમાન સરના સેટ પર જઉં છું. તો તેમને કહ્યું કે- વાઉ! ખુબ સરસ.
મહિલાઓ માટે આ પ્રકારના નિયમો કેમ બનાવવામાં આવ્યા છે આ પૂછવા પર પલક સલમાન ખાન વિશે જણાવે છે કે,”તે એક પરંપરાવાદી છે.. એમાં કોઈ શંકા નથી કે તેઓ એમ કહે છે કે જે પહેરવું હોય તે પહેરો પરંતુ તે હંમેશા એમ જ કહે છે તે “મારી છોકરીઓની રક્ષા થવી જોઈએ.” જો આસપાસ એવા લોકો હોય છે જેમને તે વ્યક્તિગત રીતે ઓળખતી નથી તો આ તેમની પર્સનલ સ્પેસ નથી અને તે દરેક વ્યક્તિ પર ભરોસો કરતા નથી. તે કહે છે કે, “છોકરીઓએ હંમેશા સુરક્ષિત રહેવું જોઈએ.
પલક તિવારી હાર્ડી સંઘૂના “વીજળી વીજળી” વીડિયોમાં જોવા મળી હતી, જે વર્ષ 2021માં રિલીઝ થયો હતો ને તે સલમાન ખાનની ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન”થી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ 21 એપ્રિલના રોજ રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.