ગુજરાતમાં રામ નવમી પર ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાનની ધરપકડ કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી અને આજે ઉનાની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે તેમના જામીન મંજૂર કર્યા હતા ને કોર્ટે જામીન અરજી મંજૂર કરતા તે 5 દિવસ બાદ જેલની બહાર આવશે.
કાજલ હિન્દુસ્તાની હાલ જૂનાગઢ જેલની કસ્ટડીમાં છે. દક્ષિણપંથી કાર્યકર્તાની થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી હતી કાજલ પર આરોપ લાગ્યો હતો કે ગુજરાતમાં સોમનાથ જિલ્લામાં રામનવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યુ હતું અને આ ભાષણથી ઉનામાં કોમી રમખાણો થયા હતા. કાજલ હિન્દુસ્તાની સામે પોલીસે કેસ નોંધ્યો હતો તેમજ જો કે કાજલ હિન્દુસ્તાની કેટલાક દિવસોથી ફરાર હતી. જ્યારે કાજલે પોલીસ સ્ટેશનમાં રવિવારના રોજ આત્મસમર્પણ કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
કાજલ હિન્દુસ્તાનીએ 30મી માર્ચે રામ નવમી પર VHP દ્વારા આયોજિત એક સભામાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. બે દિવસ બાદ 2 એપ્રિલે પોલીસે કાજલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધ્યો હતો અને પોલીસે જણાવ્યું હતું કે કાજલના ભાષણ પછી બે દિવસ સુધી ઉનામાં સાંપ્રદાયિક તણાવ રહ્યો હતો. આ કારણે 1 એપ્રિલની રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. અથડામણ બાદ પોલીસે 80થી વધુ લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી મોટાભાગના લઘુમતી સમુદાયના હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.