કાપોદ્રા પોલીસે પ્રભુદર્શન સોસાયટીમાં પાનના ગલ્લા પર ઉભા રહી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા-રમાડતા ચારને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2160 અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.47,660 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે તેમને આઈડી અને માસ્ટર આઈડી આપનાર ત્રણ પૈકી એકને પણ બાદમાં ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે મંગળવારે રાત્રે પ્રભુદર્શન સોસાયટીમાં જય અંબે પાનના ગલ્લા પર ઉભા રહી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા-રમાડતા સાડીના વેપારી જયેશ ગોરધનભાઈ કાછડીયા ( ઉ.વ.30, રહે.સી-502, સંસ્કૃતિ રેસિડન્સી, મહારાજા ફાર્મની પાસે, મોટા વરાછા, સુરત. મૂળ રહે.નેસડી, તા.સાવરકુંડલા, અમરેલી ), બ્યુટી પાર્લરમાં નોકરી કરતા નિતેશ ગોરધનભાઈ માંગુકીયા ( ઉ.વ.32, રહે.104, પ્રભુદર્શન સોસાયટી, કાપોદ્રા, સુરત. મૂળ રહે.માળવાવ, તા.મહુવા, જી.ભાવનગર ), રત્નકલાકાર રમેશભાઈ ગોરધનભાઈ ભલાણી ( ઉ.વ.41, રહે.બી-35, અશ્વિનભાઈના મકાનમાં, પ્રભુદર્શન સોસાયટી, કાપોદ્રા, સુરત. મૂળ રહે.ફુલસર, તા.તળાજા, જી.ભાવનગર ) અને રત્નકલાકાર રજની ભુપતભાઇ નાકરાણી ( ઉ.વ.34, રહે.99, રવિપાર્ક સોસાયટી, કાપોદ્રા, સુરત. મૂળ રહે.નાની વાવડી, તા.તળાજા, જી.ભાવનગર ) ને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.2160 અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.47,660 નો મુદ્દામાલ કબજે કરી તેમને ઓનલાઈન સટ્ટો રમવા-રમાડવા આઈડી અને માસ્ટર આઈડી આપનાર ત્રણ ભાવેશ ઉર્ફે ભાવકુ ગાગાણી ( રહે.મોટા વરાછા, સુરત ), મહેશ ઉર્ફે મુન્નાભાઈ નાનજીભાઈ રબારી ( રહે.રવિપાર્ક સોસાયટી, કાપોદ્રા, સુરત ) અને જીગ્નેશ જીતુભાઇ રાઠોડ ( રહે.હસ્તીનાપુરા, મુરઘા કેન્દ્ર પાસે, કાપોદ્રા,સુરત ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા અને બાદમાં પોલીસે તે પૈકી મહેશ ઉર્ફે મુન્નાભાઈ નાનજીભાઈ રબારીને ઝડપી લીધો હતો.તેની પુછપરછમાં સુરતમાં આઈપીએલમાં ચાલતા સટ્ટા નેટવર્ક અંગે વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.