OYO હોટલની ફરી એક ઘટના સામે આવી છે. દિલ્હીના દ્વારકાની ઓયો હોટલમાં રાત રોકાયેલા લોકોનો ગુપ્ત રીતે અશ્લિલ વીડિયો બનાવી લઈને તેમને મોકલીને પૈસા પડાવવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી છે અને હવે તો પત્ની કે મહિલા મિત્ર સાથે હોટલમાં રહેતા પણ બીક લાગે તેવું બન્યું છે. દિલ્હીના દ્વારકાની ઓયો હોટલમાં મહેમાનો પાસેથી પૈસા પડાવવાના આરોપમાં પોલીસે હોટલના 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. આ મામલે દ્વારકા સાયબર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે હોટલના ત્રણ કર્મચારીઓ સહિત નકલી સીમ આપનાર યુવકની પણ ધરપકડ કરી છે.
નકલી આઈડીમાંથી લેવામાં આવેલા આ સિમના માધ્યમથી આરોપી ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ બનાવીને તે વીડિયોને પીડિતાને મોકલીને બ્લેકમેલ કરતો હતો જેમાં પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે, જેથી જાણી શકાય કે આરોપીના અત્યાર સુધી કેટલા લોકોને અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યા છે.
ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિજય કુમાર, અંકુર, દિનેશ અને દીપક કુમાર તરીકે થઈ છે અને જેમણે આરોપીઓને નકલી આઈડી પર સિમકાર્ડ આપ્યા હતા. આ તમામ યુપીના હાપુડ જિલ્લાના રહેવાસી છે. તેમના કબજામાંથી સિમકાર્ડ, ગ્રેટ ઇન હોટલના ડીવીઆરની હાર્ડ ડિસ્ક, જિયોના 54 કોરા સિમકાર્ડ અને બાયોમેટ્રિક મશીન સહિત પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.