ચેન્નાઈમાં પ્રેક્ષકો તરફથી મળેલા પ્રેમથી અભિભૂત ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે બે વર્ષ પછી અહીં પ્રેક્ષકોને મેચ જોવાનો અને તેમની સામે રમવાનો મોકો મળ્યો છે અને જે મારી માટે ખાસ છે. ગઇકાલની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યા બાદ ધોનીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘બીજું શું કહું.. અત્યાર સુધી ઘણું બોલી ચૂક્યો છું.. આ મારા કરિયરનો અંતિમ તબક્કો છે અને એ સમયમાં અહીં રમવું મને ગમે છે તેમજ દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. ભલે મને બેટિંગ કરવાની વધુ તક નથી મળી પણ એ વિશે કોઈ ફરિયાદ નથી. આજની મેચમાં હું પહેલા ફિલ્ડિંગ વિશે અચકાયો હતો પણ ટીમના સ્પિનરોએ અને ફાસ્ટ બોલરોએ સારી બોલિંગ કરી, ખાસ કરીને પથિરાનાએ સારી બોલિંગ કરી.’
આ સાથે જ સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરામે હાર માટે ટીમના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા અને એ વિશે વાત કરતાં એમને કહ્યું હતું કે, “હારવું ક્યારેય સારું નથી હોતું પણ આજે ટીમના બેટ્સમેનોએ નિરાશ કર્યા અને કોઈ સારી ભાગીદારી બનાવી શક્યા નહીં.” આ વિકેટ પર 130નો સ્કોર સારો ન ગણાય અને ઓછામાં ઓછા અમારે 160 રન બનાવવા જોઈતા હતા.’
હવે મેચની જો વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે વીરેન્દ્ર જાડેજાની કેપ્ટનશિપમાં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ બેટ્સમેનો એ પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું જેમાં ડેવોન કોનવેના 57 બોલમાં અણનમ 77 રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું અહી આપને જણાવી દઈએ જે સનરાઇઝર્સ હૈદરાબાદ જ્યારે પહેલા બેટિંગ માટે મોકલવામાં આવ્યું ત્યારે સાત વિકેટે 134 રન જ બનાવી શકી હતી. જવાબમાં ચેન્નાઈએ આઠ બોલ બાકી રહેતા ત્રણ વિકેટે 138 રન બનાવ્યા હતા. આ જીત સાથે CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.