સુરત મા ઉનાળુ વેકેશન પહેલા જ હીરા ઉદ્યોગ માં મંદી ના વાદળો છવાયા છે.જેને પગલે હીરા ઉદ્યોગ મા ઉનાળુ વેકેશન લંબાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે..ખાસ કરી ને ઉનાળુ વેકેશન 10 જેટલા દિવસ નું હોય છે.જે વધી ને એક મહિનો થઈ શકે તેવો માહોલ ઉભો થયો છે..
હીરા નગરી સુરત ને મંદી નું ગ્રહણ લાગ્યું છે..રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ના કારણે તેમજ ચીન માં કોરોના ના કારણે લડાયેલા લોક ડાઉન ના કારણે વૈશ્વિક બજાર માં હીરા ની માંગ ઘટી છે..રિયલ ડાયમંડ તેમજ લેબગ્રોન ડાયમંડ એમ બને ની માંગ માં ઘટાડો થતા સીધી જ અસર સુરત ના હીરા ઉદ્યોગ પર જોવા મળી હતી..ખાસ કરી ને ઉનાળુ વેકેશન દર વખતે હીરા ઉદ્યોગ માં આવતું હોય છે..જે અંદાજીત 7 થી 10 દિવસ જેટલું હોય છે..જોકે આ વખતે હીરા ઉદ્યોગ માં એક મહિનો જેટલું વેકેશન લંબાઈ તેવો માહોલ ઉભો થયો છે..છેલ્લા બે વર્ષ થી રિયલ હીરા ની માંગ ઘટી જ રહી છે..તેવામાં સુરત ના લેબગ્રોન ડાયમંડ ની વૈશ્વિક બજાર માં સારી એવી માંગ હતી જોકે તે માંગ પણ ઘટતા સુરત નો હીરા ઉદ્યોગ મંદી નો સામનો કરી રહ્યો છે..જોકે હીરા ઉદ્યોગ કરો એક મહિના બાદ ફરી મંગ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે..હાલ ના સમય મા હીરા ઉદ્યોગ માં વેકેશન પડવાના શરૂ થઈ ચૂક્યા છે..જેમાં વેકેશન ખુલવાની તારીખ આપવામાં આવી નથી ..જો વેકેશન લંબાશે તો રત્નકલાકારો ની હાલત ખૂબ ખરાબ થઈ શકે તેમ છે..હાલ વૈશ્વિક લેવલે સુરત ના રિયલ અને લેબગ્રોન એમ બને હીરા ની માંગ ઘટતા હીરા ઉદ્યોગકારો ચિંતા માં મુકાયા છે..જોકે સાથે સાથે આ મંદિ નો એક.માત્ર હલ વેકેશન છે તેવું પણ કહી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.