સૂર્યકુમાર યાદવે ચોથી સેન્ચુરી ફટકારી, IPLના ઈતિહાસમાં થયું પહેલી વખત આવું…

IPL 2023ની 57મી મેચમાં એક વખત ફરી સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી છે અને આ વખતે સૂર્યાના બેટે એ કરી બતાવ્યું જે આજથી પહેલા તે ક્યારેય નથી કરી શક્યા. તેમણે IPLના ઈતિહાસમાં પહેલી વખત સેન્ચુરી લગાવી અને ટી20 ક્રિકેટમાં પોતાની ચોથી સેન્ચુરી લગાવી

સૂર્યકુમાર યાદવની આ ઈનિંગ આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી સૌથી મોટી ઈનિંગ રહી. ત્યાં જ ગુજરાત ટાઈટન્સના વિરૂદ્ધ આ કોઈ પણ બેટ્સમેનની પહેલી સેન્ચુરી અને સર્વોચ્ચ સ્કોર રહ્યો અને સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગના કારણે ગુજરાત ટાઈટન્સના વિરૂદ્ધ પણ આઈપીએલનો સૌથી મોટો સ્કોર મુંબઈ ઈન્ડિયન્સે ઉભો કર્યો.

આટલું જ નહીં છેલ્લી પાંચ મેચોમાં સૂર્યાએ 3 હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી લગાવી છે. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત 200 પ્લસનો સ્કોર બનાવ્યો છે અને જે કોઈ પણ ટીમનો ઔતિહાસીક આંકડો છે. આ પહેલા કોઈ પણ ટીમ એક સીઝનમાં પાંચ વખત આવું નથી કરી શકી.

મુંબઈ ઇન્ડિયન માટે IPLમાં સૂર્યકુમાર યાદવે 9 વર્ષ બાદ સેન્ચુરી લગાવી છે અને છેલ્લી વખત 2014માં લેન્ડલ સિમંસએ ફ્રેન્ચાઈઝી માટે સેન્ચુરી લગાવી હતી. હવે 2023માં તેના બાદ સૂર્યકુમાર યાદવે સેન્ચુરી લગાવી છે. તેની સાથે જ આ સીઝન તેમની 12 મેચોમાં 479 રનની રહી છે તેમાં ચાર હાફસેન્ચુરી એક સેન્ચુરી શામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.