ભારતીય નૌ સેનાના ગુપ્તચર વિભાગ તથા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સયુંકત ઓપરેશન પાર પાડ્યું છે જેમાં અરબી સમુદ્રમાં 2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સની અંદાજીત કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં 12,000 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે અને ઈરાન દેશથી ગુજરાતના દરિયાઈ માર્ગે ભારતમાં 2500 કિલો જેટલું ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ફેલ ગયું છે.
ભારતીય નૌ સેનાના ગુપ્તચર વિભાગને મળેલી માહિતી બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો સાથે મળીને સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં અરબી સમુદ્રમાં જ અધવચ્ચેથી 2500 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું.
ગઈકાલે રાજકોટમાંથી ગુજરાત ATSએ 214 કરોડની કિંમતનું 31 કિલો હેરોઇન ડ્રગ્સ પકડી પાડ્યું છે અને આ કેસમાં ATSએ દિલ્હીથી ઇકવું નાઈફ મર્સી નામના નાઈજીરિયાના નાગરિકની ધરપકડ કરી તેને ગુજરાત લાવવામાં આવ્યો છે અને રાજકોટના ઇતિહાસમાં ડ્રગ્સ તસ્કરીનું મોટું રેકેટ ઝડપાયું છે.
અનવર નામના શખ્સે પાકિસ્તાનથી ગુજરાતનાં દરિયા કિનારે હેરોઈનનો જથ્થો મોકલ્યો હતો. દરિયા કિનારેથી જાફરીન નામના શખ્સે ડિલિવરી લઇ રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ નજીક અવાવરૂ સ્થળ પર જથ્થો મોકલ્યો હતો અને ખંઢેરીથી બબલુ નામનો વ્યક્તિ આ ડ્રગ્સ ડિલિવરી દેવા દિલ્હી જવાનો હતો.
આ દરમિયાન ATSએ માહિતી આધારે 214 કરોડની કિંમતનું 31 કિલો હેરોઇન ડ્રગ્સ પકડી પાડ્યું.10-10 કિલોનાં ત્રણ બોરામાં હેરોઈનનો જથ્થો હતો. ATSએ સ્થળ પર જઈ તપાસ કરતા નાઇજિરિયન શખ્સનું નામ લખેલ ચીઠ્ઠીમાં એડ્રેસ મળી આવ્યું હતું. ATSના અધિકારી ડ્રગ્સ પેડલર બનીને ડ્રગ્સના ડમી બોરા લઇ દિલ્હી પહોંચ્યા હતા અને જ્યાં નાઇજિરિયન શખ્સને મળી તેની ધરપકડ કરી હતી. નાઇજિરિયન શખ્સને કોટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.