જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નાની રાફુદડ ગામે દોઢેક માસ આગાઉ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી અને જેમાં પ્રેમિકાના જન્મદિવસે જ આરોપીએ કેક કાપવા બોલાવ્યા બાદ કોઈ કારણસર બંને વચ્ચે માથાકૂટ થતા આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવતીની હત્યા કરી નાખી હતી. જેમાં ફરાર આરોપીને દબોચી લેવામાં જામનગર એલસીબીને સફળતા મળી છે.
જામનગરના ચેલા ગામે રહેતા મનસુખભાઇ રણછોડભાઇ કણજારીયાની પુત્રી અર્ચનાબેન કણજારીયા અને ભાવેશ રણછોડભાઇ સોનગરા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ દરમિયાન ગત તા. ૫-૪-૨૦૨૩ના અર્ચનાબનનો જન્મદિવસ હોવાથી લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે રહેતા આરોપી ભાવેશે ઉજવણી માટે અર્ચના બેનને બોલાવી હતી અને વાડીની ઓરડીમાં બને વચ્ચે લગ્ન કરવા બાબતે બોલાચાલી, થઈ હતી.જેમાં આરોપીએ આવેશમા આવી,અર્ચનાબેનને ગળાના ભાગે ,તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ત્યાં દોડી જઇ આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા (ઉ.વ. ૩૩ રહે. મોટી રાફુદળ તા.લાલપુર જી જામનગર)ને દબોચી લીધો હતો.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે બોલાચાલી થતા આવેશમા આવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલો બહાર આવ્યા બાદ મૃતક યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ પોલીસ પકડથી બચવા માટે હત્યાને અંજામ આપી આરોપી ભાવેશ સોનગરા પ્રથમ ખંભાળિયાંના પીરલાખાસર ગામે ગયો હતો. જ્યા સંતાયા બાદ પોલીસ અડી જશે તેવી જાણ થતા બાદમાં જામખંભાળીયા, દ્રારકા,પોરબંદર, અમદાવાદ,મુંબઇ,ગોવા,પુના,મુંબઇ, દીલ્હી અને ગૌહાટી (આસામ) સહિતના સ્થળોએ સંતાતો ફરતો હતો, જ્યા એલસીબીએ બાતમીના આધારે ગૌહાટી (આસામ) થી પકડી પાડ્યો હતો અને જેની તપાસમાં આરોપી અગાઉ પણ અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.