ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે અને રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર મળ્યો છે.. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કહ્યું કે, ‘જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ દૂર કરે.’ મહત્વનું છે કે ગઇકાલે રાજકોટના સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ ડ્રગ્સ મુદ્દે બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો હતો અને રૂપિયા 5 લાખના ઈનામની જાહેરાત પણ કરી હતી.
રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે અને હવે અમદાવાદના ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવ્યું છે કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુઃખ દૂર કરે.
ગઈકાલે રાજકોટના સહકારી અગ્રણીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી હતી તેમને ફેસબુક પર પોસ્ટ મૂકીને પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર્યા હતા. પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જો તેઓ જણાવશે તો હું 5 લાખનું ઈનામ આપીશ’ સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની ફેસબુક પોસ્ટે રાજકોટમાં ભારે ચર્ચા જગાવી છે.
હું યુવાધનને બચાવવા માટે આગળ આવ્યો છુંઃ પુરુષોત્તમ પીપળીયા
તેમણે જણાવ્યું હતું કે, ‘મે આ વિવાદ નહીં પરંતુ વાસ્તવિકતા જ કહી છે, સોશિયલ મીડિયા મારફતે મે બાબાને ચેલેન્જ આપી છે કે અંધશ્રદ્ધાના કારણે ભવિષ્યની પેઢીને નુકસાન થશે. હું યુવાધનને બચાવવા માટે આગળ આવ્યો છું અને બાબા મને જવાબ આપશે તો હું તેમનું મંદિર બનાવીશ. ડ્રગ્સ વિશે બાબાએ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ આપવો જોઈએ. તાંત્રિક વિદ્યા અને અંધશ્રદ્ધાથી હું દૂર છું. હું ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જવાનો છું.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.