એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી અને એ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌને 81 રને હરાવ્યું હતું અને હાર સાથે જ કૃણાલ પંડ્યાની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2023માંથી બહાર થઈ ગઈ હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
હવે વાત એમ છે કે આ મેચમાં કૃણાલ પંડ્યાની ભૂલને કારણે ટીમને આટલી મોટી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ચેન્નાઈના ચેપોકમાં રમાયેલી આ મેચમાં કૃણાલ પંડ્યા તરફથી ઘણી ભૂલો થઈ હતી પણ તેમાંથી એક ભૂલ એટલી મોટી હતી કે ટીમ તેમાંથી બહાર નીકળી શકી ન હતી.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે આ મેચમાં ખોટા પ્લેઇંગ 11ની પસંદગી કરી હતી અને તેમની ટીમે ફોર્મમાં ચાલી રહેલા ક્વિન્ટન ડી કોકને પ્લેઇંગ 11માંથી બહાર કર્યો અને તેની જગ્યાએ કાયલ મેયર્સ જેવા ખેલાડીને સામેલ કર્યો. મેયર્સે તેની છેલ્લી પાંચ મેચમાં માત્ર 82 રન બનાવ્યા હતા, જ્યારે ડી કોકે માત્ર 4 મેચમાં 143 રન બનાવ્યા હતા જેમાં કૃણાલ પંડ્યા અને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને કારણે ટીમને મહત્વપૂર્ણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
મુંબઈ સામેની હાર બાદ જ્યારે કૃણાલ પંડ્યાને પૂછવામાં આવ્યું કે તેણે પ્લેઈંગ 11માંથી ડી કોક જેવા બેટ્સમેનને કેમ બહાર કર્યો તો તેણે જવાબ આપ્યો કે ચેન્નાઈમાં કાયલ મેયર્સનો રેકોર્ડ ડી કોક કરતા વધુ સારો છે અને આ કારણે તે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહતો પણ કૃણાલ પંડ્યાએ અહીં ભૂલ કરી હતી. પંડ્યા એ ભૂલી ગયા કે ડી કોક મહત્વની મેચોમાં શાનદાર બેટિંગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.