પોષણ તત્વોથી ભરપૂર બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે અને કોઈ પણ શાક હોય જો તેમાં બટાકા નાખવામાં આવે તો તે અલગ જ સ્વાદ બનાવી લે છે. જમીનમાં ઉગતા બટાકાની ન્યૂટ્રીશન વેલ્યુ પણ જગજાહેર છે. પરંતુ શું તમે જાણો છો કે બટાકા અનેક અર્થમાં આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. અને આ મુશ્કેલી બટાકામાં હાજર કાર્બોહાઈડ્રેડના કારણે વધે છે.
હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે અને જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઈશ્યૂલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ(GI) વધુ માત્રામાં હોય છે.
GI ફૂડ કન્ટેનિંગ કાર્બોહાઈડ્રેડ માટે એક રેટિંગ સિસ્ટમ છે જે એ દર્શાવે છે કે કોઈ ફૂડ ઝડપથી તમારા શરીરમાં બ્લડ શુગર (ગ્લુકોઝ) લેવલને પ્રાભાવિત કરે છે. ફૂડ જેટલી ઝડપથી બ્લડ ગ્લુકોઝમાં તૂટે છે અને બ્લડ શુગર લેવલ પર તેની તેટલી જ વધુ અસર પડે છે. આ શરીરમાં ટાઈપ-2 ડાયાબિટીસના જોખમની લાલબત્તી સમાન છે.
આ સિવાય હાઈ ડાયટ્રી ગ્લાઈસેમિક વસ્તુઓ ખાધા તુરંત બાદ વ્યક્તિને ફરીથી ભૂખ લાગી શકે છે અને હારવર્ડ હેલ્થે ચેતવણી જાહેર કરી છે કે આ વસ્તુ ઓવરઈટિંગની મુશ્કેલીને વધારી શકે છે. એટલે ડાયટમાં તેનું સંતુલન બનાવવું જરૂરી છે.
એક્સપર્ટ અનુસાર બટાકા અથવા ઝડપથી પચનારા કાર્બોહાઈડ્રેટ યુક્ત કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી સતત આહારમાં લેવાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ વધી શકે છે અને સંશોધકો પહેલાથી લોકોમાં વજન વધવાની સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
હારવર્ડ મેડિકલ સ્કૂલે આ બાબતને લઈ અમેરિકામાં 1 લાખ 87 હજાર પુરુષ અને મહિલાઓ પર થયેલા ત્રણ સંશોધનમાં જોયુ છે અને તેમાં બાફેલી, મૈશ અને બાઈલ કરેલા બટાકા, ચિપ્સ અથવા ક્રિસ્પી કરેલી વસ્તુઓનું મહિનામાં એક વખત સેવન કરનારા લોકો કરતા અઠવાડિયામાં ચાર અથવા તેનાથી વધુ વખત સેવન કરનારા લોકોની માત્રા વધુ છે.
સંશોધકોએ નોંધ્યુ છે કે બાફેલા, મેશ અથવા બેક બટાકાને અઠવાડિયામાં ચાર અથવા તેનાથી વધુ વખત સેવન કરનારા લોકોમાં હાઈ બ્લડ બ્રેશરનું જોખમ અન્યની તુલવામાં 11 ટકા વધુ છે અને જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝનું સેવન કરનારામાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.