ખટોદરા પીસીબીની ટીમે બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકની હદમાં નવજીવન સર્કલ પાસે નવસર્જન ઈન્ડસ્ટ્રી સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે છને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમે બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકની હદમાં નવજીવન સર્કલ પાસે આવેલ નવસર્જન ઈન્ડસ્ટ્રી સોસાયટીમાં દરોડા પાડયા હતાં જ્યાંથી દારૂ વેચતા સંદીપ ઉર્ફે સન્ની પોપટવાલા, દિલીપ વિશ્વકર્મા, મહેન્દ્રસીંગ ચૌહાણ, ધનસીંગ ચુડાવત, શંકરારામ બંશીરામ બિસ્નોઈ અને શ્રવણ જોગારામ બસ્નોઈને ઝડપી પાડ્યા હતાં. જ્યારે દારૂ આપનાર ભલારામ ચૌધરી, દારૂ લેનાર રમેશ ચૌધરી અને ફુલાબેન ગપ્પુ માહ્યાવંશી ને વોન્ટેડ જાહેર કર્યા હતાં. પોલીસે દારૂનો જથ્થો, ચાર ફોર વ્હીલ ટેમ્પો સહિત 26 લાખ 83 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. હાલ તો પીસીબીએ તમામ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.