અમદાવાદઃ શહેરમાં વધી રહેલા ટ્રાફિકને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે અને શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર વાહનની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં બેફામ ગતિએ વાહનો દોડી રહ્યાં છે અને જેના કારણે અકસ્માતો વધી રહ્યાં છે અને શહેરમાં છેલ્લા બે દિવસમાં હિટ એન્ડ રનની બે ઘટનાઓ પણ નોંધાઈ છે.
એસ જી હાઈવે પર કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લીધા હતાં અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને જ્યારે બીજી એક ઘટનામાં ગત 28મેના રોજ અમરાઈવાડી વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેકમાં એક્ટિવા લઈને જતી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હોવાનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલા અને તેની દીકરી એસ જી હાઈવે પર સ્થિત YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા અને આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંને માતા પુત્રીને અડફેટે લીધા હતાં. જેમાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.