દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં મોટા ફેરફાર જોવા મળી રહયા છે. મુકેશ અંબાણી આ લિસ્ટમાં પછડાઈને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્કથી પાછળ જતા રહ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટમાં માર્ક ઝુકરબર્ક 12મા સ્થાને પહોંચ્યા. જ્યારે બ્લૂમબર્ગ બિલિયોનર ઇંડેક્સાં 10મા સ્થાને પહોંચ્યા.
બીજી બાજુ ગૌતમ અદાણીએ સંપત્તિ મામલે મોટી છલાંગ લગાવી છે. હિન્ડેનબર્ગ રિપોર્ટથી મોટી પછડાટ ખાધા પછી પણ ફરીથી એક વખત અદાણી અમીરોના લિસ્ટમાં ટોપ 20માં શામેલ થઈ ચૂક્યા છે. અદાણી ગ્રૂપના માલિકની સંપત્તિ હવે 62.9 અબજ ડોલર થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકાં તેમની સંપત્તિાં 438 મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. જો કે હજુ પણ ફોર્બ્સના રીયલ ટાઈમ બિલિયોનર ઈંડેક્સમાં ગૌત અદાણી 24મા નંબર પર છે.
છેલ્લા કેટલાક સમયથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અદાણી વિલ્મર, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશન વગેરેના શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં પણ વધારો જોવા મળ્યો છે. જેને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.