ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીમાં કુસ્તીબાજોનું પ્રદર્શન આક્રમક બનતા સંસદભવનના ઉદ્દઘાટન સામે જ મહાપંચાયતની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ દિલ્હી પોલિસે કુસ્તીબાજોની ધરપકડી કરી તંબુ ખસેડતા હવે રેસલરો પણ લડી લેવાના મૂડમાં છે. જંતર-મંતર પર 38 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કુસ્તીબાજોએ મોટો નિર્ણય લીધો છે. વિનેશ ફોગાટે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા મોટી જાહેરાત કરી છે. કે, ‘કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વિસર્જન કરશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.