ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. દર બુધવારે આ બેઠકનું આયોજન કરવામાં આવે છે, એવી જ રીતે આજે પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમની સમીક્ષા આ બેઠકમાં કરાશે.
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં અનેક મહત્વનાં મુદ્દાઓની ચર્ચા થવાની સંભાવના છે. ગાંધીનગરમાં દર બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવે છે. આજે આ મહત્વની બેઠકમાં ગુજરાતમાં 5 જૂનના 11 સ્થળો પર PM મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હોય તે અંગેની સમીક્ષા કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસ કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાબતે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે બેઠકમાં રાજ્ય સરકારના ભવિષ્યના આયોજનો પર પણ ચર્ચા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.