જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ વાર 7 એપ્રિલ 1988ના રોજ તમાકુ નિષેધ દિન ઉજવાયો હતો. ત્યારબાદ 31 મે 1988ના રોજ WHOએ ઠરાવ પસાર કર્યા પછી આ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તમાકુનું વ્યસન અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે, ફેફસાના રોગો, ક્ષય રોગ વગેરે બીમારીને આમંત્રણ આપી શકે છે.
ત્યારે આ તમાકુ નિષેધ દિન નિમિતે એક એવા સંત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને કેટલાય પરિવારને વ્યસનથી દુર કર્યા છે. વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું જીવનસુત્ર હતું કે, બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણુ સુખ. આ જ જીવન ભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ વ્યક્તિને વ્યસનમુક્ત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.