ગુજરાતના સુરતમાંથી મહત્વના સમચાર સામે આવ્યા છે, કેટલાક શખ્સો કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતમાં મોટર સાયકલ ઉપર બંદૂક જેવું હથિયાર લઈ ફરતા ત્રણ વ્યક્તિનો વીડીયો વાયરલ થયો હતો. આ બાઇક સવારોએ લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
વાયરલ વીડિયોમાં પાછળ બેઠેલા શખ્સના હાથમાં બંદૂક જેવું હથિયાર જોવા મળ્યું હતુ. એક કાર ચલાવનારા વ્યક્તિ દ્વારા વીડીયો ઉતારવામાં આવ્યો હતો.વાયરલ વીડિયો સુરતના વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. બંદૂક અસલી છે કે નથી તે પોલીસ માટે તપાસનો વિષય છે. પોલીસે આ મામલે નોંધ લઈને તપાસ શરૂ કરશે કે નહીં તે પણ એક મહત્વનો પ્રશ્ન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.